નવી દિલ્હી: કોરોનાના કેસ ખુબ ઝડપથી દેશમાં વધી રહ્યાં છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધી 70,756 કેસ નોંધાયા છે. જ્યારે 22,455 દર્દીઓ સાજા પણ થયા છે. આ જીવલેણ રોગથી 2293 લોકોએ અત્યાર સુધી દેશમાં જીવ ગુમાવ્યો છે.  દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી કોરોનાના હોટસ્પોટ બની બેઠા છે. દક્ષિણમાં તામિલનાડુમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3604 દર્દીઓ સામે આવ્યાં છે. જ્યારે 87 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ટ્રેનો દોડશે પાટા પર...મુસાફરી અગાઉ આ 10 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો


આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 23,401 કોરોના કેસ જોવા મળ્યા છે. જ્યારે 868 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મહારાષ્ટ્રમાં 4786 લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. બીજા નંબરે ગુજરાત આવે છે જ્યાં કોરોનાના 8542 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 513 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 2780 લોકો સાજા થયા છે. ત્રીજા નંબરે દિલ્હી છે જ્યાં 7233 કોરોના કેસ નોંધાયા છે અને 73 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 2129 લોકો સાજા થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube